“આગ બુઝાવવા આગ”

અકિલા ન્યુઝપેપરમાં

આગ (પેટની) બુઝાવવા આગ (ચુલાની) વિષય પર મારો

સ્પેશ્યલ આર્ટીકલ

Aag Bujavva Aag-1.jpg

Advertisements
Posted in Uncategorized | Leave a comment

“મારા ઘરમાં કોકનું ઘર… “

“મારા ઘરમાં કોકનું ઘર…
તોય મારા ઉરમાં આનંદ”20180120_151313.jpg
… હા આપણા ઘરમાં કોઇ ઘુસીને પેશકદમી કરે તો સહન નો થાય, પણ આ ચકા-ચકીએ મારા ઘરમાં માળો કર્યો તો મને તો ઉલ્ટાનો અનહદ આનંદ થયો! જોકે માળો ભલે એણે કર્યો પણ સાચુ કહુ તો પુઠાનું ઘર તો મેજ ત્યાં ગોઠવ્યું હતું. હું જ ઇચ્છતો હતો કે ત્યાં કોઇ માળો બનાવે! મારૂં ત્યાં પુઠાનુ ઘર મુકવું અને એ રીતે ત્યાં માળો બનાવવા ચકલીએ મારૂં મુક આમંત્રણ સ્વીકારીને માળો બનાવવા લાગવો એની પાછળ પણ ઇશ્વરીય રાજીપો હશે તેવું હું માનું છું. હજી એક ચોખવટ કરી દવ કે અહીં રજુ કરેલ ફોટો તો ફળીયાનો છે. એમ તો અમારા મકાનના વચલા રવેશમાં પણ ત્રણેક વરસથી ચકલા માળો કરે છે… બચ્ચા ઉછરીને જતા રહે છે. ફરી નવા મહેમાન ત્યાં સ્થાન લઇ લ્યે છે! મને આ બધું જોય ને અપાર આનંદ થાય છે. અમારી શેરીમાં સવારમાં હું બ્રશ કરતો હોયને ગાય આવી ચડે તો તેની ડોકમાં ચારેય બાજુ હાથ પસવારીને વહાલ કરી લેવાની તક પણ કયારેય જતી નથી કરતો! અને એવુજ શેરીના શ્વાનો સાથે થાય છે. તમે નહીં માનો પણ અમારી શેરીમાં એક કુતરો એવો છે જે બસ ભાવનો જ ભુખ્યો હોય છે. તમે તેના માથા પર હાથ ન ફેરવો ત્યાં સુધી તેને સુખ ન વળે. રોટલી નાખો કે બીસ્કીટ નાખો તે સુંઘે પણ નહીં… કયારેક ખાવા હોય તો જ ખાય. બાકી તેને વહાલ કરો એટલે કુદાકુદ કરીને ગેલમાં આવી જાય. આ તો બધા લાગણીના બંધન હોય છે! કેમ સાચી વાતને ? તમે બધા શું કહો છો???
– મિતેષભાઇ પી. આહીર
લેખન : તા.22-1-2018

Posted in Uncategorized | Leave a comment

” મારા સ્મૃતીવનની સરવાણી “

IMG-20180119-WA0025.jpeg

” મારા સ્મૃતીવનની સરવાણી “
…(3)
…………………………….
‘આતીથ્યભાવ’

બેંકમાં કોઇ કામ સંદર્ભે ગયો હતો. એક અભણ વૃધ્ધ સ્લીપ ભરી આપવા કાઉન્ટર પરનાં ક્લાર્ક સામે કરગરી રહ્યા હતા. અમારાથી એ ન ભરી શકાય, બીજા કોઇ પાસે ભરાવી લ્યો… એવો બીબાઢાળ જવાબ મળ્યો. પછી કોઇ સારા માણસે તેમને સ્લીપ તો ભરી આપી પણ હું સ્મરણોની દુનિયામાં સરી પડયો! મને મારા સ્વર્ગસ્થ પિતાશ્રીની યાદ તાજી થઇ આવી. આવી જ રીતે કોઇને મનીઓર્ડર ફોર્મ ભરી આપવાની ઉદારતા દાખવવાથી લઇને કાયમ માટે આતીથ્યભાવનો એ શીલશીલો કેટલો લાંબો ચાલેલ!
મારા પિતાશ્રી (હાલ સ્વર્ગવાસી) પોપટભાઇ રાઘવભાઇ પોસ્ટમાસ્તર સાહેબ તરીકે ત્રંબા કસ્તુરબા ધામ ખાતે ફરજ બજાવતા હતા ત્યારની એટલે કે આશરે પાત્રીસથી ચાલીસ વર્ષ પહેલાની વાત છે. એક સાઇઠ પાસાઇઠ વર્ષના વૃધ્ધ અને સાથે ખંભે મોટો થેલો ઉચકીને આવતો જુવાનડો પોસ્ટ ઓફીસમાં દાખલ થયા. સાહેબ મની ઓર્ડર કરવું છે એમ બોલતા જ ફોર્મ અપાયું. અરજભર્યા સ્વરમાં બાપા બોલ્યા તમેજ ભરી આપોને સાહેબ અમે તો અભણ માણસ, કચ્છના ચારણ છીએ. સૌરાષ્ટ્રના ગામડાઓમાં રહેતા યજમાનો તરફથી મળેલ રકમ વતનમાં મોકલવા આ મનીઓર્ડર કરવા આવ્યાં છીએ. તમેજ ફોર્મ ભરી આપો તો મોટી મેરબાની સાહેબ!
મારા પપ્પા લાગણીશીલ હોવાથી પોતાના તમામ કામ અટકાવી મનીઓર્ડરનું કામ તો કરી આપ્યું પણ સાથે ચા પાણી પણ પીવડાવ્યાં. પહેરવેશમાં ચોરણી ખમીશ ને માથે લાંબા ફેટાવાળી પાઘડી ધારણ કરનાર ચારણના એ બાપાએ એક વધુ વિનંતી કરી.. સાહેબ બહુ થાકી ગયા છીએ, તમને વાંધો ન હોય તો અહી તમારી ઓફીસ બહારની ચાલીમાં આજની રાત ઉતારો કરવો છે.
આટલા સમયની ચર્ચાથી આ લોકો ભલા માણસો લાગ્યા હોય મારા પપ્પાએે કહ્યું ભલે કાંય વાંધો નહીં. પણ આ સરકારી કચેરી કહેવાય. એટલે અહી તમે ન રોકાય શકો. બાજુમાં કવાટરમાં અમે રહીએ છીએ ત્યાં અમારા મહેમાન તરીકે તમે જરૂરથી રોકાઇ શકો.
એ ચારણનાં બાપા આ રીતે અમારાં મહેમાન બન્યાં અને રાત્રે વાળુપાણી સાથે કર્યા. જે કઇ ચર્ચા થઇ તેમાં તેઓનું નામ આસપન ચકુ કે આસપન જખ્ખું એવું કઇક બતાવેલ. કચ્છના લખપત તાલુકાનાં વોવાર ગામનાં હોવાનીં ઓળખ આપેલી.
બસ આથી વિશેષ કોઇ ઓળખ નોતી આપી. હા મઢડાવાળા સોનલમાં ઉપર અપાર શ્રધ્ધા ધરાવતા હોવાની વાતથી મારા પપ્પા વધું ભાવુક થઇ ગયેલ. એટલે આ લોકો સવારે આમારાં ઘરેથી વિદાય લઇ રહ્યા હતા ત્યારે ફુલ નહી તો ફુલની પાંખડી રૂપે કઇક રકમ પણ આપી.
ફરી આઠ દસ મહીનાં જેવો સમય વિત્યો ને એ ચારણના બાપા પોસ્ટ ઓફીસે મની ઓર્ડર કરવા આવ્યાં અને અમારાં મહેમાન બન્યાં!
બસ પછી તો આ શીલશીલો નિયમિત બની ગયો. વર્ષમાં એકાદ વખત આ ચારણ અમારી મહેમાનગતી અચુક માણી જતા.
આયર અને ચારણ (મામા ભાણેજ) ની પરંપરા કહો કે અતીથીભાવ કહો પણ નાતો જોરદારનો રચાય ગયો!
અને હાં સરકારી કર્મચારી હોય એટલે દર ચાર પાંચ વર્ષે બદલી તો થાય જ! મારા પપ્પાની બદલી ત્રંબાથી અમરનગર (તા.જેતપુર) થઇ. એ ચારણ પરીવાર સૌરાષ્ટ્ર ઘુમતા ઘુમતા અમરનગરમાં પણ અમારી ઘરે મહેમાન બન્યાં. આ રીતે મારા પપ્પાની જયાં જયાં બદલીઓ થતી રહી એ તમામ ગામો વિરપુર, લોધીકા એમ બધેય તેઓ વર્ષમાં એકવાર અચુક મહેમાન બનતાં.
તેઓ આવે એટલે જાણે અમારા કોઇ નજીકના સગા આવ્યા હોય એવી આગતા સ્વાગતા થતી. રાત્રે વાળુપાણી પતે એટલે મોજમાં હોય તો એ બાપા શૌર્યભરી વાર્તા પણ માંડતાં. શિયાળાનો સમય હોય ત્યારે તાપણું કરીને સૌ સાથે બેસતાં. તેમની સાથે કયારેક ત્રિશુલધારી બહેનો (આઇમાં) પણ આવતા.
…પણ અફસોસ હવે એ મહેમાનગતીના દ્રશ્યો નથી સર્જાતા. મારા લગ્ન પછીના દીવસોમાં બસ એક જ વાર તેઓ અમારા ઘરે આવેલ. મારા લગ્ન થઇ ગયાની તથા ઘરમાં વહુ આવી ગયાનું જાણી મારી બા પાસે તેઓએ ખુબ વસવસો વ્યકત કરેલ કે અરે જશુબાઇબેન અમને લગ્નમાં કેમ ન તેડાવ્યા!
દોડધામમાં ભુલાય ગયું એમ કહીને મારા પપ્પાએ વાત વાળવા ઘણા પ્રયાસો કર્યા પણ તે દિવસે એ ચારણદેવના પરીવારે અમારે ત્યાંથી વિદાય લીધી એ લીધી … પછી કયારેય અમારા મહેમાન ન બન્યા.
પછી તો નાનાભાઇનાં લગ્ન પણ થયા ને ઘરમાં બે બે વહુઓ આવતા મારા બા ને રસોડું સંભાળવામાંથીયે મુકતી મળી ગઇ હતી. પણ એ ચારણદેવ મહેમાન બની ને નથી આવતા. કદાચ વહુઓના હાથના નહીં પણ મારી બા જશુમાના હાથના રોટલા ખાવા સુધી જ તેઓને લેણાદેવી હશે!
… આજે તો મારા બા (જશુમાં) કે મારા પિતાશ્રી (પોપટબાપા) હૈયાત પણ નથી… અને એ ચારણદેવ પણ હવે સંપર્કમાં નથી. સંપર્કો તુટયા ને પણ સત્તર અઢાર વરસ જેવો સમય વીતી ગયો!!!
આ તો બેંકે ગયો તો ને કોઇ વડીલે જમા પાવતી ભરવા અરજ કરી ને હું સ્મૃતીવનમાં ખોવાય ગ્યો. એજ સ્મૃતીઓ અહી શબ્દદેહે રજુ કરવા પ્રયાસ કર્યો છે.
‘અસ્તું..’

મિતેષ પી. આહીર
રાજકોટ
લેખન : તા.19-1-2018

Posted in Uncategorized | Leave a comment

જીવંતીકાનગરમાં જન્માષ્ટમી ઉત્સવ 2017

રાજકોટની જન્માષ્ટમી શોભાયાત્રામાં ભાવિન બન્યો આધુનિક કાનુડો…
યામાહા આર 15 ઉપર કાનુડાની સવારી

Posted in Uncategorized | Leave a comment

જીવંતીકાનગરમાં જન્માષ્ટમી ઉત્સવ 2017

Image | Posted on by | Leave a comment

અકિલામાં વસ્ત્ર બજારના સ્ટેચ્યુ વિષે મારી સ્પેશ્યલ સ્ટોરી

Stachyu 111

Image | Posted on by | Leave a comment

“શંખનાદ”

“શંખનાદ”FB_IMG_1494179653482
અગાસી પર સુતો હતો ને સવાર પડયે બાજુના કોઇ મંદીરમા થતી આરતીમા શંખનો ધ્વની કાને પડયો! નાનપણના અમરનગરના દીવસો યાદ આવી ગયા… ઇ અમરનગર (જેતપુર પાસેનું) ગામ! ઇ પોસ્ટઓફીસ સામેનું આચાર્ય મંદીર! કેવી મજા આવતી ઇ સાંજની આરતીમાં! ભાઇબંધોની ટોળી મંદીરની ઓસરીમા ભેગી થતી. આરતીનો ટાઇમ થાય એટલે કોઇ નગારૂ સંભાળી લ્યે, તો કોઇ ઝાલર સંભાળી લ્યે, અને હા શંખ હાથમા લેતા થોડુ વિચારવું પડતું! બરાબર વગાડતા આવડતુ હોય તે જ શંખ ઉપાડતા. કેમ કે શંખ ફુકવો એ ધારીએ એટલું સહેલું નથી હોતું. માત્ર ફુક મારવાથી શંખ ન વાગે હો! ગલોફામા ભરાય તેટલી ફુંક ભરીને પછી પુરૂ જોર કરીને ધ્રુજતા ધ્વની સાથે શંખના મુખપરના કાણામા ધકેલવી પડે! બહુ પ્રેકટીસ હોય તેનાથી જ શંખ સારી રીતે વાગી શકે. હા મને શંખ વગાડવાની તક આ આચાર્ય મંદીરે ઘણીવાર મળી જતી. આરતી એના લયમાં ચાલતી હોય ત્યારે થોડા થોડા સમયના અંતરે શંખ વગાડવાનો હોય. બહુ મજા આવતી. જેના હાથમાં શંખ હોય એનો રૂઆબ વધારે રેતો. એ દીવસો ને તો આજે પચીસ ત્રીસ વરસ થઇ ગયા! હવે તો કદાચ મને કોઇ શંખ હાથમાં આપે તો હુય વગાડી શકુ કે કેમ? ઇ કેવુ મારા માટે પણ અઘરૂં છે. સમય સમયની વાત છે. કોઇ લૌટા દે મેરે બચપન કે વો દીન! ઇ અમરનગરવાળા આચાર્ય મંદીરમાં બીરાજતા ઠાકરધણીની જય હો…
– મિતેષ આહીર
(લેખનઃતા.30/4/2017)

Posted in Uncategorized | Leave a comment