ગુજરાતી ફિલ્મ “અસંભાઉઉઉ” ટીમ સાથે

શ્વાન પ્રેમ રજુ કરતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’ના અદાકારો રોનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુન્શી અને પ્રેમાળ શ્વાન ચિન્ટુ સાથે (25-8-2026)
#films

Posted in Uncategorized | Leave a comment

દિવ્ય ભાસ્કર પૂર્તિમાં વાર્તા “સાચી ઓળખ

દિવ્ય ભાસ્કરની તા.23-8-2026ની રસરંગ પૂર્તિમાં મારી લઘુકથા “સાચી ઓળખ”

Posted in Uncategorized | Leave a comment

ગુજરાતી ફિલ્મ “ભમરડો”ની ટીમ સાથે

ગુજરાતી ફિલ્મ “ભમરડો”ના બાળ કલાકાર હિતાર્થ યાદવ, જશ ત્રાડા તથા ધર્મેશ જોષી અને એસોસખએટ પડાયરેકટર પ્રદીપસિંહ જાડેજા સાથે (16-5-2026)

Posted in Uncategorized | Leave a comment

ગુજરાતી ફિલ્મ “ધરપકડ”

મલ્હાર ઠાકર સાથે

(તા.9-5-2026)

Posted in Uncategorized | Leave a comment

ફિલ્મ “વાંકી ચૂકી લવ સ્ટોરી”ની ટીમ સાથે

ગુજરાતી ફિલ્મ “વાંકી ચૂકી લવ સ્ટોરી” ના કલાકારો પુજા જોષી, પરિક્ષિત ટમાલીયા તેમજ ડાયરેક્ટર ઘ્વની ગૌતમ, પ્રોડયુસર વૈશાલી ભાનુશાલી સાથે…
તા.6-5-2026
મુલાકાત: મિતેષ આહીર ✍️

Posted in Uncategorized | Leave a comment

ટુંકી વાર્તા “પરોઠા ચોર”

દિવ્ય ભાસ્કર મધુરિમા પૂર્તિ (તા.14-4-2026) માં મારી ટુંકી વાર્તા “પરોઠા ચોર”

પરોઠા ચોર

……….

દીલુ શેઠે ગેટ નં. 2 માંથી કાર ફેક્ટરીમાં દાખલ કરી પાર્કિંગમાં પાર્ક કરી, ત્યાં જ કંઈક કોલાહલ થતો સંભળાયો. કારીગરો વચ્ચે માથાકૂટ થઈ હોવાની જાણકારી સિક્યુરિટી મેને આપતા જ દીલુ શેઠ બબડ્યા, “કોણ છે? એ સુરો જ હશે, કેટલી વાર સમજાવ્યો પણ સમજે એ બીજા!”

ભીમ અગિયારસ નિમિત્તે કારીગરોને આપવા માટે લાવેલા કેરીના બોક્સ ગાડીમાંથી ઉતરાવી લેવાની સૂચના આપી તેઓ ઝડપભેર ઓફિસ તરફ આગળ વધ્યા. બહારથી આવ્યા હોવાથી ગરમી વધુ લાગી રહી હતી. એસી ચેમ્બરમાં જઈ ખાસ માણસ અને મેનેજર એવા જનુભાઈને બોલાવી મામલો શું સળગ્યો છે તે જાણવા પ્રયાસો શરૂ કર્યા.

જનુભાઈએ હસતા હસતા જવાબ વાળ્યો, “વાતમાં કાંઈ દમ નથી. જમવા બેઠા હતા ને સુરાએ મોહન પર હાથ ઉપાડી લીધો.”

“મને અંદાજો હતો જ કે સુરાનું જ કંઈક પરાક્રમ હશે. હમણાં હમણાં તેની ફાઈટ વધતી જાય છે. નો ચાલે હવે તો કડક ભાષામાં ચેતવણી આપવી પડશે,” એમ બોલતા બોલતા દીલુ શેઠે સુરા અને મોહનને ચેમ્બરમાં મોકલવા જનુભાઈને સૂચના આપી. એ બંને આવે એટલી વારમાં સ્ટોર રૂમ પર જઈ માલના સ્ટોકની જાણકારી મેળવી લીધી. કોમ્યુનિકેશન વિભાગ સંભાળતા દિગેશને પણ ઓફિસમાં આવવા ટકોર કરી દીધી.

પહેલા મોહન ઓફિસમાં દાખલ થયો. તેણે સ્પષ્ટતા કરતા જણાવ્યું, “મારા ટિફિનમાંથી એણે ચારે ચાર પરોઠા લઈ લીધા, આવું શું કામ કર્યું? એવું હું પૂછવા ગયો તો સીધો ગાળો દેવા માંડ્યો. મેં પણ સામી ગાળ દીધી તો એણે સીધો હાથ ઉપાડી લીધો. એવું થોડું ચાલે? એને પરોઠા ખાવા જ હોય તો માંગી લેવાય ને, હું આપી દેત એક-બે પરોઠા. પણ આવી લૂંટ ચલાવવાની દાદાગીરી નો કરાય ને!”

હજુ દીલુ શેઠ મોહનને સાંભળતા હતા ત્યાં જ સુરો અંદર દાખલ થયો. તરત જ શેઠ ત્રાડુક્યા, “એલા સુરા, હવે તારી દાદાગીરી વધતી જાય છે હો! હું હજી એક વાર તને સૂચના દઉં છું કે કોઈ ઉપર હાથ ઉપાડવાનું રહેવા દેજે, નહિતર મજા નહીં આવે. અને આ તો કોઈ સાંભળે તોય દાંત કાઢે એવી જમવા જેવી બાબતમાં ઝઘડો કરો એ કાંઈ સારું લાગે?”

સામે એટલા જ રૂઆબથી સુરો બોલ્યો, “શેઠ, હું પણ એ જ કહું છું કે શું હું ભિખારી થોડો છું કે એના ટિફિનમાં નજર નાખું? અરે એક ટંક તો શું, દિવસો સુધી ભૂખ્યા સૂઈ રહેવું પડે ને તોય પેટનું પાણી નો હલે હો! પોલા માણસૂરનું લોહી મારી નસોમાં દોડે છે, એ આ વેવલાઓને શું ખબર હોય? હાલ્યા આવે છે પરોઠાની ચોરીનું આળ મૂકવા!”

પરિસ્થિતિ પામી જતા દીલુ શેઠે સુરાને શાંત થવા કહ્યું. મનોમન વિચાર્યું, “હા, એમ તો સુરો ભલે મગજનો ફાટલ હોય, પણ આવી રીતે પરોઠા ચોરી લે એવો હીન કક્ષાએ જાય તેવો તો નથી જ.”

શેઠે ફરી બંનેને શાંતિ જાળવવાનું કહી ગાડીમાંથી ઉતરાવેલ કેરીના એક-એક બોક્સ બંનેને આપી વિદાય કર્યા. બીજા કારીગરોને પણ કેરીનું વિતરણ કરાવી દેવા જનુભાઈને સૂચના આપી દીધી. એક બાજુ કાળઝાળ ઉનાળાની ગરમી ને બીજી બાજુ કારીગરોની નજીવી બાબતમાં સર્જાયેલ બબાલે દીલુ શેઠને પરસેવો વાળી દીધો હતો. થોડું પાણી પી લઈ જાતે જ સ્વસ્થ થવા પ્રયાસ કર્યો.

એટલી વારમાં દિગેશ ખડખડાટ હસતો હસતો ઓફિસમાં આવ્યો અને બોલ્યો, “શેઠ, મોહનના પરોઠા ચોરવાવાળો કેમેરામાં કેદ થઈ ગયો છે. સુરો નહીં, બીજું જ કોઈ છે! હાલો તમને સીસીટીવી રેકોર્ડિંગ બતાવી દઉં.”

દીલુ શેઠ જાણવાની ઉત્કંઠા સાથે ઝડપભેર ઊભા થઈને કોમ્યુનિકેશન રૂમ તરફ ચાલતા થયા. રેકોર્ડ થયેલા દ્રશ્યો નિહાળી તેઓ પણ હસવું રોકી ન શક્યા. ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, “એલા ક્યાં ગયા સુરો અને મોહન? બોલાવો બંનેને, નાહકના મગજ ફેરવો છો.”

આ કુતૂહલ શું છે એ જાણવા અન્ય સ્ટાફે પણ આંખ-કાન આ તરફ માંડ્યા. એટલી વારમાં મોહન અને સુરો પણ કોમ્યુનિકેશન રૂમમાં દાખલ થયા. દિગેશે ફરી સીસીટીવી રેકોર્ડિંગ પ્લે કર્યું. પરોઠા ચોરનારને જોઈને હસવું તો મોહન અને સુરાને પણ આવતું હતું, પણ પોતે ઉતાવળમાં કરી લીધેલ ઝઘડાથી શરમ પણ આવતી હતી, એટલે પરાણે ગંભીર મોઢું રાખી વિનમ્રભાવે શેઠની સામે જોવા લાગ્યા.

દીલુ શેઠે બાજી હાથમાં લેતા બોલ્યા, “હવે આમાં મારે કોને સજા કરવી? બોલો જોઈએ?”

ત્યાં તો આ તરફ આતુરતાથી ઉભેલા અન્ય સ્ટાફગણની ઉત્કંઠાનો અંત આણતા જોરથી હસીને દિગેશ જ બોલી ઊઠ્યો, “પરોઠા ચોર મુષકરાજ ઉંદરમામાને!”

આવું સાંભળતા અન્ય સ્ટાફ તો ખડખડાટ હસી પડ્યો, સાથે મોહન અને સુરો પણ મરક મરક હસવાનું રોકી ન શક્યા. પછી તો જે દ્રશ્ય સૌએ મોટી સ્ક્રીન પર નિહાળ્યું તે જોણું બની ગયું. એક મોટો ઉંદર મોહને રાખેલ ટિફિનની થેલીમાં ઘૂસે છે અને આરામથી પરોઠાની ઉઠાંતરી કરી નાસી જતો જોવા મળે છે!

  – મિતેષ આહીર, રાજકોટ ✍️

Posted in Uncategorized | Leave a comment

ફિલ્મ લાગણીનો મેળો

ગુજરાતી ફિલ્મ “લાગણીનો મેળો”ના કલાકારો કથા પટેલ, આર્જવ ત્રિવેદી અને રૂત્વા પટેલ સાથે ..

← Back

Thank you for your response. ✨

← Back

Thank you for your response. ✨

Posted in Uncategorized | Leave a comment

ફિલ્મ “શક્તિ”

ગુજરાતી ફિલ્મ “શક્તિ”ના કલાકરો મોના થીબા, શ્રીકાકડે, દિનેશ લાંબા અને દિગ્દર્શક ભાવિન ત્રિવેદી સાથે

Posted in Uncategorized | Leave a comment

ગુજરાતી ફિલ્મ “લગન લાગી રે”

ગુજરાતી ફિલ્મ “લગન લાગી રે”ના અદાકારો મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને તત્સત મુનશી સાથે

Posted in Uncategorized | Leave a comment

ગુજરાતી ફિલ્મ “પાતકી”ની ટીમ સાથે

ગુજરાતી ફિલ્મ “પાતકી”ના અદાકારો ગૌરવ પાસવાલા અને શ્રધ્ધા ડાંગર સાથે

Posted in Uncategorized | Leave a comment